હે તને જાતા જોઈ પનઘટ ની વાટે
મારું મન મોહી ગયું -----હે તને
તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે
મારું મન મોહી ગયું -----હે તને
કેડે કંદોરો ને કોટમાં દોરો --2
તારા લહેરિયા ની લાલ લાલ ભાતે
મારું મન મોહી ગયું -----હે તને
બેડલું માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગર ની છલકાતી છાંટે
મારું મન મોહી લીધું -----હે તને
રાસે રમતી આંખ ને ગમતી --2
પૂનમ ની રઢિયાળી રાતે
મારું મન મોહી ગયું -----હે તને