એકલા જ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા જવાના ----2
આપણે બે એકલા ને કિરતાર એકલો
એકલા જીવો નો છે આધાર એકલો
એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના -------સાથી વિના
કાળજા ની કેડીએ કાયા ના સાથ દે
કાળી કાળી રાતડી એ છાયા ના સાથ દે
કાયાના સાથ દે ભલે છાયા ના સાથ દે ભલે
એકલા રહીને ભેરુ થાઓ રે બધાના -----સાથી વિના