તારી એક એક પળ જાય લાખની
તુંતો માળા રે જપી લે મારા રામ ની
સાથે લાવ્યા શું લઇ જાશો આવ્યા તેવા ખાલી જાશો
તુંતો છોડી દેને ચિંતા આખા ગામની --- --- ----તું તો
રાજા રંગીલા રણછોડ મારા ચિત્તડાનો ચોર
મેંતો મૂર્તિ જોઈ છે મારા શ્યામ ની -- ------ - ---તું તો
જૂઠા જગના જૂઠા ખેલ મનમાં મારું તારું મેલ
જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવ થી ----- ----તું તો
ભક્તિ ખાંડ। કેરી ધાર નથી ઊંઘણશી નું કામ
જેને લાગી રે લગન ભગવાન માં ----- ----- ----તું તો
મનમાં તાલાવેલી લાગી આંખે આંસુડા ની હેલી
સહુ ચેતીને ચાલો આ સંસાર માં ---- ---- ---તું તો