હાં રે સખી આજ ની ઘડી તે રળીયામણી
હે જી મારો વ્હાલો આવ્યા ની વધામણી જી રે ---આજની
હે પૂરો પૂરો સોહાગણ સાથીયો હાં રે સખી
પૂરો સોહાગણ સાથીયો
હે મારે ઘેર આવે હરિ વદ હાથીઓ જીરે ------ આજની
હે સખી લીલુડા વાંસ ને વઢાવીએ હાં રે સખી
લીલુડા વાંસ ને વઢાવીએ
હે મારા વ્હાલાજી ના મંડપ રચાવી એ જી રે -----આજની
હે સખી જમુનાજીના જળ મંગાવીએ હાં રે સખી
જમુનાજી ના જળ મંગાવી એ
હે મારા વ્હાલાજી ના ચરણો પખાળીએએ જી રે --આજની
હે સૌ સખીઓ મળીને વધાવીએ હાં રે સૌ
સખીઓ મળીને વધાવીએ
હે મારા વ્હાલાજી ના મંગળ ગવરાવી એ જી રે ---આજની
હે સખી રસ આ મીઠડા થી મીઠડો હાં રે
સખી રસ આ મીઠડા થી મીઠડો
મેહતા નરસિંહ મેહતા નો સ્વામી દીઠડો જી રે ----આજની