મન તું શંકર ભજી લે મન તું શંકર ભજી લે
છોડ દે કપટ ભોળા નાથ ને ભજી લે ----મન
કોઈ ચઢાવે બિલીપત્ર કોઈ ચઢાવે દૂધ
કોઈ ચઢાવે ગંગાજળ ને કોઈ ચઢાવે ભભૂત ---મન
બ્રાહ્મણ ચઢાવે બિલીપત્ર ને દુનિયા ચઢાવે દૂધ
રાજા ચઢાવે ગંગાજળ ને જોગી ચઢાવે ભભૂત -- મન
કોઈ માંગે અન્ન વસ્ત્ર ને કોઈ માંગે પુત્ર
કોઈ માંગે કંચન કાયા કોઈ માંગે રૂપ ----મન
આંકડાની રોટી બનાવી ધતુરાનું શાક
પીરસે દેવી પાર્વતીને જમે ભોળા નાથ ----મન