નાગર નંદાજી ના લાલ નાગર નંદાજી ના લાલ
રાસ રમંતા મારી નથણી ખોવાણી
કાના જડી હોય તો આપ કાના જડી હોય તો આપ -રાસ
નાની નાની નથણી ને માંહી જડેલા મોતી
નથણી ને કારણે હું તો નિત્ય ફરું છું જોતી જોતી જોતી --નાગર
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા
નથણી આપોને બેની સુભદ્રા ના વીરા વીરા વીરા --નાગર
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય
મોટેરી પહેરું તો મારા મુખ પર ઝોલા ખાય ખાય ખાય --નાગર
આંબે બોલે કોયલડી ને વનમાં બોલે મોર
રાધાજીની નથણી નો શામળિયો છે ચોર ચોર ચોર --નાગર
નથણી આપોને પ્યારા નંદના કુમાર
નરસૈયા ના સ્વામી ઉપર જાવું હું બલિ હાર હાર હાર --નાગર