કાનુડે ન જાણી મારી પીડ
બાઈ હું તો બાળ કુંવારી રે ---કાનુડે
જળ રે જમુના ના અમે ભરવા ને ગ્યાતાં
કાનુડે ઉડાડ્યાં આછા નીર
નીર ઉડ્યા ફરરર ફરરર રે ---કાનુડે
વૃંદા તે વન માં વ્હાલે રાસ રચ્યો રે વ્હાલા
સોળસે ગોપી ના ખેંચ્યા ચીર
ચીર ફાડ્યા ચરરર ચરરર રે ---કાનુડે
હું તો વેરાગણ વ્હાલા તમારા રે નામની
કાનુડે માર્યા છે અમને તીર
તીર વાગ્યા અરરર અરરર રે ---કાનુડે
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણ વ્હાલા
કાનુડે બાળીને કીધા ખાખ
ખાખ ઉડી ખરરર ખરરર રે ---કાનુડે