હો ડાકોરવાળા તારે ને મારે ભાઈબંધી
હો ભાઈબંધી રે ભાઈ ભાઈબંધી
તું ગોકુળ માં ગાયો ચરાવતો તો
તું ગોપીઓ ના માટ ઉતારતો તો
તું અમને ખૂબ ખિજાવતો તો ---હો
અમે યમુનાની રેતી માં રમતા તા
દહીં ભાત ને ઢેબરાં જમતા તા
તને ગોવાળિયા બહુ ગમતા તા --હો
તેં કાલિય મર્દન કર્યા હતા
તેં યમુના જળ ને મીઠા કર્યા તા
તેં મામા માસી ને સંહાર્યા તા ---હો
તું મીઠી મીઠી મોરલી બજાવતો તો
તું સુતેલા હૈયા જગાડતો તો
તું ભીતિ અમારી ભગાડતો તો ---હો
તું ડાકોર નો ઠાકોર થઈ બેઠો
તારા બાદશાહી ઠાઠ નો નહીં નેડો
આવ ભેટી એ જરા ઉતર હેઠો ---હો
મારી પ્રીતિ પુરાણી યાદ રાખજે
એક અમી દ્રષ્ટિ મુજ પર નાખજે
ભક્ત મંડળ ને ચરણોં માં રાખજે ---હો