ગોવિંદો પ્રાણ અમારો રે મને જગ લાગ્યો ખારો રે
મને મારો રામજી ભાવે બીજો મારી નજરે ના આવે
મીરાંબાઈ ના મહેલ માં તો હરિ સંતન નો વાસ
કપટી થી હરિ દૂર વસે મારા સંતન કેરી પાસ
રાણોજી કાગળ મોકલે રે દેજો મીરા ને હાથ
સાધુ ની સંગત છોડી દ્યો તમે વસો અમારે સાથ
મીરાંબાઈ કાગળ મોકલે રે દેજો રાણા જી ને હાથ
રાજપાટ તમે છોડી રાણાજી વસો સાધુને સાથ
વિષનો પ્યાલો રાણે મોકલ્યો રે દેજો મીરા ને હાથ
અમૃત જાણી મીરાં પી ગયા જેને શે શ્રી વિશ્વનોનાથ