થાળ 
----------
મારા રસ ભીના તમને શું કરી જમાડું 
જેને હાથે જીવન દોર તમને શું કરી જમાડું 
તારૂં આપ્યું લેવું ને તારૂં દીધેલ દેવું 
એમાં મારૂં નહીં તલ ભાર                                    ---તમને 
આખી દુનિયા નું પોષણ કરનારો મારૂં શું ખાનારો 
હું છું જનમ જનમ નો ચોર                                  ---તમને 
પ્રેમ થી પીરસી પતરાળી સ્નેહ ભરી
છે મુખવાસ બે કર જોડી                                   ---તમને 
ભક્ત ના હૈયા માં પોઢો સ્નેહ ની ઓઢો 
આવો વહાલા નંદ કિશોર                                   ---તમને