આપજે તારા અંતર નો એક તાર બીજું હું કાંઈ ના માંગુ
સુણજે મારા આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ના માંગુ ---આપજે
તુમડું મારૂં પડ્યું નકામું કોઈ જુએ નહિ એના સામું
બાંધીશ તારા અંતર નો એક તાર પછી મારી ધૂન જગાવું ---આપજે
એકતારો મારો ગુંજશે મીઠું દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું
ગીત ની રેલશે એક અખંડિત ધાર પછી એમાં મસ્ત થઈ રાચું ---આપજે