કરી તો જુવો કોઈ કરી તો જુવો મારો હરિ જે કરે તે કરી તો જુવો
કાદવ માં વ્હાલે રૂડું કમળ બનાવ્યું સમુદ્ર ને હાથે થી ઉલેચી જુવો ---મારો
બાગ બગીચા વળી વન ની વનરાયું ને ફૂલડાં માં ફોરમ ભરી તો જુવો ---મારો
સૂર્ય ચંદ્ર ને વળી નવલખ તારલા આકાશ ને અધ્ધર કોઈ રાખી તો જુવો ---મારો
પ્રકાશ પવન ને મન દોડે છે એમાં સ્થિરતા કોઈ લાવી તો જુવો ---મારો
મોહ માયા ના રંગ ઘડી ઘડી બદલે મોર ના પીંછા માં રંગ ભરી તો જુવો ---મારો
પંચદેહ નું આ બન્યું છે રે પુતળું પુતળા માં પ્રાણ કોઈ ભરી તો જુવો ---મારો
સંસાર સાગર માં મારી નૈયા રે ડૂબે ભવસાગર પાર કોઈ કરી તો જુવો ---મારો
ભલે રે મળ્યા મારા અંતર ના સ્વામી ગોપી જેવો પ્રેમ રસ ભરી તો જુવો ---મારો