મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સરજનહારા રે
પળ પળ તારા દરશન થાયે દેખે દેખનહારા રે ---મંદિર
નહીં પૂજારી નહિ કોઈ દેવા નહીં મંદિર ને તાળા રે
નીલ ગગન માં મહિમા ગાતાં ચાંદો સૂરજ તારા રે ---મંદિર
વર્ણન કરતાં શોભા તારી થાક્યા કવિગણ ધીરા રે
મંદિર માં તું ક્યાં છુપાયો શોધે બાળ અધીરાં રે --- મંદિર