પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદી નો રંગ મદમાતો -મદમાતો ---પાંદડું
ભૂલી રે પડી હું તો રંગ ના બજાર માં
લાગ્યો મને રંગ કેરો છાંટો ---પાંદડું
રેશમ ની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી
રૂપ ને ઘેરીને બેઠો ઘૂંઘટ નો છેડલો
વાયરા ની લહેર માં લહેરાતો ---પાંદડું
રંગરસિયા તમે આટલે થી અટકો
દિલ ને લોભાવે તારા લોચન નો કટકો
વારી વારી ને થાકી તોયે છેલ રે છબીલા તું તો
અણજાણે આંખો માં છુપાતો ---પાંદડું
છૂપી છૂપી કોણે મારૂ દિલડું દઝાડ્યું
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું
ક્યાંરે રે છુપાવું મારા દાઝેલા દિલને
હાય કાળજા ની કોરે લાગ્યો કાંટો ---પાંદડું