વાત બહાર જાય નહિ --જાય નહિ-- જાય નહિ
આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈ ને કહેવાય નહીં
નામ રાખ્યું સુનયના ને આંખડીયું બાડી
ડાહ્યાલાલ નો દીકરો ને વાતું કરે ગાંડી
ગાંડા ને ગાંડો કહી કદી બોલાવાય નહીં ---આ તો
હોયે કપૂત તોયે શેઠિયાનો સુત શાણો
ઉપર થી ફૂલ જેવો અંદર થી મોટો પાણો
કાંણા ને કાંણો કહી કદી બોલાવાય નહિ ---આ તો
હૈયું હળાહળ ને મધઝરતી જીભડી
જાવું હોય જામનગર ને પહોંચી જાય લીમડી
મૂર્ખાને મૂર્ખો કહી કદી બોલાવાય નહીં ---આ તો