હાંરે વહાલા અરજી અમારી સુણો
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ---હાંરે વહાલા
હાંરે મારા અંત સમયના બેલી
હાંરે હવે મેલો નહિ હડસેલી
હાંરે હું તો આવી ઉભો તમ દ્વારે
શ્રીનાથજી લઇ જાજે ફર ધામમાં ----હાંરે વહાલા
હાંરે નાથ કરુણા તણા છો સિંધુ
હાંરે હું તો યાચું છું એકજ બિંદુ
હાંરે એક બિંદુમાં નહિ થાય ઓછું
શ્રીનાથજી લઈ જાજે તારા ધામ માં ---- હાંરે વહાલા
હાંરે મારું અંતર લેજો વાંચી
હાંરે મહેંદીમાં લાલી લખાતી હાંરે
હરિ પાને પાને એ પ્રસરી જાતી
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ----હાંરે વહાલા
હાંરે તને સમજુ ને શું સમજવું
હાંરે કહે તો અંતર ખોલીને બતાવું
હાંરે તારા ભક્તોને એકજ આશ
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં ---હાંરે વહાલા