ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
પ્રભુજી ના નામની હો માળા છે ડોક માં
જૂઠું બોલાય નહીં ખોટું કરાય નહીં
અવળું ચલાય નહિ હો માળા છે ડોકમાં ---ગુરુજીના
ક્રોધ કદી થાય નહિ પરને નિંદાય નહીં
કોઈને દુભાય નહીં માળા છે ડોકમાં -----ગુરુજીના
પરને પીડાય નહિ હુંપદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો માળા છે ડોકમાં ---ગુરુજીના
સુખમાં છકાય નહિ દુઃખ માં રડાય નહીં
ભક્તિ ભૂલાય નહિ હો માળા છે ડોકમાં ----ગુરુજીના
ધન સંગરાય નહિ એકલા ખવાય નહીં
ભેદ રખાય નહિ હો માળા છે ડોકમાં -----ગુરુજીના
બોલ્યું બદલાય નહિ ટેકને તજાય નહિ
બહાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં ----ગુરુજીના