જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં
તને મળીયું મકાન કર્યા રંગ રોગાન
જાણે કાયમનું લીધું વેચાણમાં --- -----તારે રહેવું
કરે એવો રુવાબ જાણે મોટો નવાબ
કાળ આવી કહેશે તારા કાનમાં --- ---તારે રહેવું
થાશે હુકમનામું નહિ ચાલે કોઈ બહાનું
તારું ડહાપણ નહિ આવે કામમાં ---- --તારે રહેવું
માટે ચેતીને ચાલો કરો હરિને વહાલો
તને સંતો સમજાવે સાનમાં ---તારે રહેવું