આંખના પલકારામાં તારું જીવન તો વહી જાશે રે
જેવી તારી કરણી તેવી ગાથા દુનિયા ગાશે રે ---------આંખના
ધન દોલતની માયા તુજને લાગે એવી મીઠી રે
ઘડી પછીની ખબર નથી ત્યાં કાલ જ કોણે દીઠી રે ---આંખના
પાપ કરો કે પુણ્ય કરો એ અહીંનું અહીં દેખાશે રે
સમજી લેજે આજ જનમમાં ખાતું સરભર થાશે રે ---આંખના
સત્કર્મોની સુગંધ તારી ચોગરદમ ફેલાશે રે
બિંદુ સૌમાં રામ નીરખજે ફેરો સાર્થક થાશે રે-------આંખના