હંસલો ચાલ્યો જવાનો એક્લો રે ત્યાં નથી કોઈનો રે સંગાથ
રસ્તા વિકટ ઘણા આવશે રે ભોમિયા લેજો તમે સંગાથ ------હંસલો
માટે સાચા તે સંત ને સેવીએ સંત તો મુક્તિ ને દેનાર
ભાતું ભક્તિ નું તમે બાંધજો ત્યાં નથી વાણીયા કેરી હાટ ----હંસલો
નહિ આવે માતપિતા સંગાથ નહિ આવે ભાઈ ભોજાઈ સંગાથ
નહિ આવે પતિ પુત્ર સંગાથ નહિ આવે ધન દોલત સંગાથ -----હંસલો
માટે ભાવે ભજો ભગવાનને રે એ તો ઉતારે ભવપાર
ભાવિક ભક્તો ને વિનવે રે યોગી કરો અમારું કલ્યાણ -------હંસલો