મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરિધારી
મારી હુંડી શામળિયા ને હાથ રે શામળા ગિરિધારી
રાણાજી એ રઢ કરી વળી મીરાં કેરે કાજ
ઝેરના પ્યાલા મોકલ્યા રે વ્હાલો ઝેરના ઝારણ હર રે ----શામળા --મારી
સ્તંભ થકી પ્રભુ પ્રગટિયા વળી ધર્યું નરસિંહ રૂપ
પ્રહલાદ ને ઉગારિયો વ્હાલે માર્યો હિરણાકંસ ભૂપ રે ---- શામળા --મારી
રહેવા નથી ઝુંપડું વળી જમવા નથી જુવાર
બેટાબેટી વળાવિયા રે મેં તો વળાવી ઘર કેરી નાર રે ---શામળા --મારી
ગરથ મારું ગોપીચંદ વળી તુલસી હેમના હાર
સાચું નાણું મારો શામળો મારે દોલત માં ઝાંઝ પખાજ રે --શામળા --મારી