પ્રભુજી એટલું આપજો કુંટુંબ પોષણ થાય
ભૂખ્યા કોઈ સૂવે નહિ સાધુ સંત સમાય
અતિથિ ભોંઠો ના પડે આશ્રિત ના દુભાય
જે આવે મમ આંગણે આશિષ દેતો જાય
સ્વભાવ એવો આપજો સૌ ઈચ્છે મમ હિત
શત્રુ ઈચ્છે મિત્રતા પડોશી ઈચ્છે પ્રીત
વિચાર વાણી વર્તણુંક થકી સૌનો ઈચ્છું પ્રેમ
સગાં સ્નેહી કે શત્રુનું ઈચ્છું કુશળ ક્ષેમ