નંદલાલ આવજો હો આજે એકાદશી
આનંદ વધારજો હો આજે એકાદશી
ગોકુળ ના ગોઠિયા ને સાથે રે લાવજો
સખીઓ ની સાથે રાણી રાધા ને લાવજો
રાસ રચાવજો હો ---આજે
આસોપાલવ ના વ્હાલા તોરણ રચાવશું
દ્વારે દ્વારે નાથ તોરણ બંધાવશું
દેવ દયા લાવજો હો ---આજે
મન ના મંદિરયા માં આસનિયાં ઢાળશું
તન માં ત્રિકમજી તમને પધરાવશું
ફૂલડે વધાવશું હો ---આજે
સોળસે સખીઓ નો રાસ રચાવશું
વચમાં ઘનશ્યામ પહેલા તમને પધરાવશું
બંસી બજાવજો હો ---આજે
જશોદા ના કાન તમે વહેલા વહેલા આવજો
દાસ દયાની એક અરજી સ્વીકારજો
દર્શન આપજો હો ---આજે