મારે એકાદશી નો ઉપવાસ રે
મારે આંગણે પધાર્યા અવિનાશ રે
આજે પૂરી મારા મનડા ની આશ રે --- મારે એકાદશી
પગના અવાજે મેં તો પારખ્યા પ્રીતમ ને
લટકા કરી ને એણે લલચાવ્યું મન ને
ગમે એના એના મન ની મીઠાશ રે ---મારે એકાદશી
આસન આપીને મેં તો બેસાડ્યા શ્યામ ને
પ્રેમ થી પૂજ્યા મેં તો અંતર ના આ રામ ને
આજે ઉછળે છે મન માં ઉલ્લાસ રે ---મારે એકાદશી
નખશીશ જોઈ રહી નંદજી ના લાલ ને
દર્શન નું સુખ મળ્યું મારા નયન ને
એના ચરણો માં કીધો મેં વાસ રે ---મારે એકાદશી
નયનો મીંચાયા મારા નટવર ના ધ્યાન માં
ગોવિંદ ગુલતાન બન્યા ગોવિંદ ના ગાન માં
મેં તો લીધો પ્રેમ કેરા પાસ માં ---મારે એકાદશી