કોની જુએ છે તું વાટ અભાગી કોની જુએ છે વાટ
કોણ રે આવી નાવ લાવી તુજ નાંગરશે ઉરઘાટ ---કોની
ઊઠ ઊભો થા ઝાલી લે લાકડી લઈ લે તારે કાંધે તું ગાંસડી
આવવાનું નથી કોઈ તેથી ના રહેવું રોઈ
જાવાનું છે તારે થાવાનું છે તારે નાના મટી ને વિરાટ ---કોની
આફત આવશે આભથી ઊતરી લેશે ધરા નિજ દુઃખમાં જોતરી
તોય છે તારે માથે થઈ એક જવું સહુ સાથે
લેખ લખ્યા છે માનવી તારે એકજ ભવ્ય લલાટ ---કોની