તું તારા દિલ નો દીવો થાને ઓ રે ઓ રે ઓ ભાયા
રખે કદી તું ઉછીના લેતો પારકા તેજ ને છાયા
એરે ઉછીના ખૂટી જશે ને રહી જશે પડછાયા ---ઓ રે
આભમાં સૂરજ ચંદ્ર ને તારા મોટા મોટા તેજ રાયા
આતમનો તારો દીવો પેટાવવા તું વિણ સર્વ પરાયા ---ઓ રે
કોડિયું તારું કાચી માટી નું તેલ દિવેટ છુપાયા
નાની શી સળી અડી ના અડી પ્રગટશે રંગ માયા ---ઓ રે