ગુર્જરી ની ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે ---ગુર્જરી
આંખ અમારી ખુલી અહીં પહેલી પગલી ભરી અહીં પહેલી
અહીં અમારા યૌવન કેરી વાદળી ઓ વરસેલી ---ગુર્જરી
અહીં શિયાળે તાપ્યા સગડી કોકિલ સુણી વસંતે
અષાઢ ના ધન ગર્જન ઝીલ્યા ઝણઝણતાં ઉરતંતે ---ગુર્જરી
અમે ભમ્યાં અહીંના ખેતર માં ડુંગર માં કોતર માં
નદીઓ માં નાહ્યાં આળોટ્યાં કુદરત પાનેતર માં ---ગુર્જરી
અહીં અમારાં તન ધન અર્પ્યા પૌરૂષ -પ્રાણ સમર્પ્યા
વિશ્વવાડી ને સુફલિત કરવા નસનસ થી રસ અરર્યાં ---ગુર્જરી
અહીં અમે રોયાં કલ્લોલ્યાં અહીં ઊઠ્યા પડછાયા
જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા ---ગુર્જરી
સુન્દરમ