ના દો તો પ્રભુ ભલે ન દેશો દર્શન તમારા આ ને આ જન્મે મારા
મિલન હજુ નથી થયું તમારું એના ભણકારા રહેજો અંતર માં મારા
ભૂલું નહિ શયને કે સપને શલ્ય જેવા સાલો મન ને ---મિલન
આ સંસારી ગુજરી માં મુજ ઝાઝા કે થોડા ગુજરજો જીવન ના દહાડા
ધન ના ઢગલા વડે ભરાજો હાથ ભલે મારા લાધજો સુખ અપરંપારા
ખરી કમાણી કશી ન થઈ હજુ એના ભણકારા ---મિલન
વાટ વચ્ચે ભરાય અંગો આળસ થી મારા વધે ના આગળ પગ મારા
ભોંય ઉપર હું ભલે પડી રહું ગાત્રો આ મારા પસારી ને હિંમતહારા
આખી વાટ હજુ રહી બાકી એના ભણકારા રહેજો અંતર માં મારા ---મિલન
મંગળવાદ્યો મચી રહે ને આનંદફુવારા ભરી દે મંદિરીયા મારા
ઓચ્છવ રંગે ભલે જ રમીએ ઘરનાં જન સારા સજીને શણગારો સારા
તમે હજુ ઘેર નથી પધાર્યા એના ભણકારા ---મિલન