ખમ્મા મારા નંદાજી લાલ મોરલી ક્યાં રે વગાડી
હું રે સૂતી તી મારા શયન ભવન માં
સાંભળ્યો મેં મોરલી નો નાદ --- --- મોરલી
ભર રે નીંદરડી માં થી જાગી
ભૂલી ગઈ હું તો ભાન સાન --- -----મોરલી
પાણીડાં ની મશે જીવન જોવાને હાલી
દીઠા મેં તો નંદજી ના લાલ -- ------મોરલી
દોણું લઈને ગૌ દોહવા ને બેઠી
નેતરાં લીધા હાથ --- -- મોરલી
વાછરું વરાહે મેં તો છોકરાં ને બાંધ્યા
નેતરાં લીધા હાથ -- ----મોરલી