આશાભર્યા તે અમે આવિયાં
મારે વ્હાલે રમાડ્યો રાસ રે -- આવેલ આશાભર્યા રે
શરદ પૂનમ ની રાતડી રે કંઈ
ચાંદો ચડ્યો આકાશ રે --- આવેલ આશાભર્યા રે
ઉતારા દેશું ઓરડે રે
એને દેશું મેડી કેરા મ્હોલ રે -- આવેલ આશાભર્યા રે
દાતણ દેશું દાડમી રે
એને દેશું કણેરા ની કાંબ રે -- આવેલ આશાભર્યા રે
ન્હાવણ દેશું કુંડીયું રે
એને દેશું નદીયું કેરા નીર રે -- આવેલ આશાભર્યા રે
ભોજન દેશું લાપશી રે
દેશું કઢિયેલ દૂધ રે -- આવેલ આશાભર્યા રે
મુખવાસ દેશું એલચી રે
એને દેશું પાન સોપારી રે -- આવેલ આશાભર્યા રે
પોઢણ દેશું ઢોલિયા રે
એને દેશું હિંડોળાખાટ રે -- આવેલ આશાભાર્યારે