Showing posts with label જશોદા તારા કાનુડા ને. Show all posts
Showing posts with label જશોદા તારા કાનુડા ને. Show all posts

જશોદા તારા કાનુડા ને


જશોદા તારા કાનુડા ને સાદ કરીને વાર રે
આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે    ----જશોદા


શીંકુ તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે
માખણ ખાધું ઢોળી નાખ્યું જ્યાં કીધું આ વાર રે ------જશોદા


ખોંખા ખોળા કરતો હીંડે બીએ નહીં લગાર રે
મહી મથવાની ગોળી ફોડી આશાં કહીએ લાડ રે ----- જશોદા


વારે વારે કહું છું તમને હવેના રાખું ભાર રે
નિત ઊઠીને એ ક્યમ સહીએ વસી નગર મોઝાર રે ----જશોદા