Showing posts with label માડી તારું કંકુ ખર્યું ને. Show all posts
Showing posts with label માડી તારું કંકુ ખર્યું ને. Show all posts

માડી તારું કંકુ ખર્યું ને

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતા એ પગ મૂક્યો    ---કંકુ

મંદિર સરજાયું ને ઘંટારવ ગાજ્યો
બ્રહ્મનો ચંદરવો મા એ આંખ્યું માં આંજ્યો
દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો      ---કંકુ

માવડી ની ડોક માં તારા ના મોતી
જનની ની આંખ્યું માં પુનમ ની જ્યોતિ
છડીરે પુકારી મા ની મોરલો ટહુક્યો          ---કંકુ

નોરતાં ના રથ ના ઘુઘરા બોલ્યા
અજવાળી રાતે માં એ અમૃત ઢોળ્યાં

ગગન નો ગરબો માં ના ચરણો માં ઝૂક્યો   ---કંકુ