માડી તારું કંકુ ખર્યું


માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો
જગ માથે જાણે પ્રભુતા એ પગ મૂક્યો        ---કંકુ


મંદિર સરજાયું ને ઘન્ટ।રવ ગાજ્યો
નભનો ચંદરવો માઁ એ આંખ્યુંમાં આંજ્યો
દીવો થાવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો       ---કંકુ


માવડી ની કોટ માં તારા ના મોતી
જનની ની આંખ્યું માં પૂનમ ની જ્યોતિ
છડી રે પોકારી માઁ ની મોરલો ટહુક્યો          ---કંકુ


નોરતાં ના રથ ના ઘૂઘરા રે બોલ્યા
અજવાળી રાતે માઁ એ અમૃત ઘોળ્યા

ગગન નો ગરબો માઁ ના ચરણોં માં ઝૂક્યો     ---કંકુ

કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે


કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે
તડપતા હુઆ જબ કોઈ છોડ દે
તબ તુમ મેરે પાસ આના પ્રિયે
મેરા ઘર ખુલા હૈ ખુલા હી રહેગા -- તુમ્હારે લિયે

અભી તુમકો મેરી જરૂરત નહીં
બહુત ચાહને વાલે મિલ જાયેંગે
અભી રૂપકા  એક સાગર હો તુમ
કમલ જીતને ચાહોગે ખિલ જાયેંગે

દર્પણ ભી તુજે જબ ડરાને લગે
જવાની ભી દામન છુડાને લગે
તબ તુમ મેરે પાસ આના પ્રિયે
મેરા સર ઝૂકા હૈ ઝૂકા હી રહેગા --તુમ્હારે લિયે

કોઈ શર્ત હોતી નહીં પ્યાર મેં
મગર પ્યાર શરતૉ સે તુને કિયા
નજર મેં સિતારે જો ચમકે જરા
અંધેરે મેં અપને સે ગિરને લગે

તબ તુમ મેરે પાસ આના પ્રિયે

યે દીપક જલા હૈ જલા હી રહેગા --તુમ્હારે લિયે  

તેરી શહેનાઈ બોલે


તેરી શહેનાઈ બોલે સુનકે દિલ મેરા ડોલે
જુલ્મી કાહેકો સુનાયેં ઐસી તા --ન રે

બાદલ ગિરગિરિ આયે પાપી પપીહારા ગાયે
કૈસે બસ મેં રહે મેરી જાન રે --      
બૈરી બનકે યે દુનિયા ખડી હૈ
મેરે પાંવ મેં બેડી પડી હૈ --

કિન ઘડિયાં મેં અખિયાં લડી હૈ
બારોમહિને સાવન કી જડી હૈ
એક પલ મુખડા દિખાજા દિલ કા દુઃખડા મિટાજા
તુજ બિના સુનસુના મેરા હૈ જહાંન રે                  ---તેરી

આજા કબસે મૈં તુજકો બુલાઉં
તેરે પ્યાર કે સપને સજાઉં

જીયા ચાહે કે ઉડકે મૈં આઉં
પિયા પંખ કહાંસે મૈં લાઉં
મૈં યહાં તું વહાં બીચ મેં હૈ જહાઁ

કૈસે પૂરે હો અબ અરમાન રે ---બાદલ                     --તેરી

એક પ્યાર કા નગમા હૈ


એક પ્યાર કા નગમા હૈ મોંજો કી રવાની હૈ
જીંદગી ઔર કુછ ભી નહિ તેરી મેરી કહાની હૈ

કુછ પાકર ખોના હૈ કુછ ખોકર પાના હૈ
જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ
દો પલ કે જીવન સે એક ઉંમ્ર ચુરાની હૈ            ---જીંદગી

તું ધાર હૈ નદીયોં કીમૈં તેરા કિનારા હું
તું મેરા સહારા હૈ મૈં તેરા સહારા હું
આંખો મેં સમંદર હૈ આશાઓં કા પાની હૈ         ---જીંદગી

તૂફાન કો આના હૈ આકર ચલ જાના હૈ
બાદલ હૈ યે કુછ પલ કા છાકર ઢલ જાના હૈ

પરછાઈયાં રહ જાતી રહ જાતી નિશાની હૈ        ---જીંદગી  

દયા ના સાગર થઈ ને


દયા ના સાગર થઈ ને કૃપાના નિધાન થઈ ને
છોને ભગવાન કેવરાવો પણ રામ તમે સીતાજી ની તોલે ના આવો
સોળે શણગાર સજી મંદિર ને દ્વાર તમે ફૂલ ને ચંદન થી પૂજાવો                  ---પણ રામ


કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે અગ્નિ પરીક્ષા કોની કીધી
તારો પડછાયો થઈ જેણે વગડો રે વેઠ્યો એને લોકો ની વાતે ત્યાગી દીધી
પતિ થઈ પત્ની ને પારખતાં ના આવડી છોને ઘટઘટ ના જ્ઞાતા થઈ ફુલાવો     ---પણ રામ


તમથી એ પહેલાં અશોકવન સીતાજી એ રાવણ ને હરાવ્યો
દૈત્યો ની વચમાં નિરાધાર નારી તોયે દશમાથાવાળો ત્યાંના ફાવ્યો

મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ અમથો વિજય નો લૂંટો લ્હાવો              ---પણ રામ

સૂજ વિના અંધારૂં

સૂજ વિના અંધારૂં સકલઘટ સૂજ વિના અંધારૂં
તું તો રૂપ લહે નહિ સારૂં સકલઘટ સૂજ વિના અંધારૂં

અરક તેજ થી આંખો ઉઘડે દુનિયા ને તે દેખે
સૂજ વિના સારૂં ને નરસું સૌ સરખું કરી લેખે             ---સકળ

અદકી ઓછી સૂજ સરવ ને આપી છે કિરતારે
ઝાઝી સૂજે સઘળે જીતે હોય ઓછી તે હારે             ---સકળ

સ્થાવર જંગમ જીવ સરવ માં સૂજ પદારથ મોટું
ઉત્તમ સૂજે અતિ સુખ પામે અદમ સહે દુઃખ મોટું       ---સકળ  

પરમ દયાળુ પ્રભુ ની કરુણા જેના ઉપર જેવી

કહે છોટમ તેના ઉરમાંહે સૂજ ઉપજે એવી              ---સકળ  

મોંઘા મૂલ ની રે મહેંદી

મોંઘા મૂલ ની રે મહેંદી મેલી મારે હાથ
સાંવરિયા એ મોકલી મારા દેવરિયા ની સાથ

મારવાડ થી આવી મહેંદી હું અલબેલી નાર
જાગી સારી રાત મૂકી મેં કરી પ્રીતમ ની યાદ
ઘેલી ઘૂમતી રે એમાં સાહેલી ઓ નો સાથ        ---મોંઘા

સખીઓ પૂછે પૂછે પડોશી પૂછે વ્હાલેદાર
ક્યાંથી કોણે મોકલી અરે કોણે કરી શી વાત
ક્યારી ફૂલ ની રે એમાં મઘમઘતી સુવાસ           ---મોંઘા

રંગી હથેળી રંગીયું ને રંગ્યુ હૃદય પણ સાથ
લાલ ચટકતા રંગ માં નીરખું નાવલિયો સાથ

અરે રે ભૂલ થી રે મેં તો કહી દીધી છે વાત           ---મોંઘા

વાત બહાર જાય નહિ

વાત બહાર જાય નહિ --જાય નહિ-- જાય નહિ
આ તો તમે રહ્યા ઘરના બીજા કોઈ ને કહેવાય નહીં

નામ રાખ્યું સુનયના ને આંખડીયું બાડી  
ડાહ્યાલાલ નો દીકરો ને વાતું કરે ગાંડી
ગાંડા ને ગાંડો કહી કદી બોલાવાય નહીં                      ---આ તો

હોયે કપૂત તોયે શેઠિયાનો સુત શાણો
ઉપર થી ફૂલ જેવો અંદર થી મોટો પાણો
કાંણા ને કાંણો કહી  કદી બોલાવાય નહિ                    ---આ તો  

હૈયું હળાહળ ને મધઝરતી જીભડી
જાવું હોય જામનગર ને પહોંચી જાય લીમડી

મૂર્ખાને મૂર્ખો કહી કદી બોલાવાય નહીં                       ---આ તો

જનની ની જોડ

મીઠાં મધુને મીઠાં મેહુલા રે લોલ
એથી મીઠી છે મોરી માત રે                 
જનની ની જોડ સખી નહિ મળે રે લોલ.

પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ
જગથી જુદેરી એની જાત રે                ---જનની ની

અમી થી ભરેલી આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ રે                ---જનની ની

હાથ ગૂંથેલા એનાં હીર ના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ રે                          ---જનની ની

દેવો ને દૂધ એનાં દોહ્યલાં રે લોલ
શશી એ સિંચેલ એની સોડ્ય રે              ---જનની ની

જગ નો આધાર એની આંગળી રે લોલ
કાળજાં માં કૈંક ભર્યા કોડ રે                   ---જનની ની   

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળ ના બાંધેલ એના પ્રાણ રે                    ---જનની ની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતાં ખૂટે ના એની લ્હાણ રે                      ---જનની ની

ધરતી માતા યે હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય રે                      ---જનની ની

ગંગા ના નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમ નો પ્રવાહ રે                       ---જનની ની

વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ
માડી નો મેઘ બારે માસ રે                       ---જનની ની

ચળતી ચંદા ની દીસે ચાંદની રે લોલ

એનો નહિ આથમે ઉજાસ રે                   ---જનની ની  

તારી બાંકી રે પાઘલડી

તારી બાંકી રે પાઘલડી નું ફુમતું રે મને ગમતું રે
આ તો કહું છું રે પાતળિયા તને અમથું

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગ નું અંગરખું તમતમતું રે મને ગમતું રે     ---આ તો

પારકો જાણી ને તને ઝાઝું શું બોલવું
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું
તને છેટો રે ભાળી ને મન ભમતું રે મન ભમતું રે       ---આ તો

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી
હરિયાળો ડુંગરો આવતો રે હાલી
લીંબુ ની ફાડ જેવી આંખડિયું ભાળી
શરમ મૂકીને તોયે થાઉં શરમાળી
તારા રૂપ નું રે ફૂલ મઘમઘતું રે -મને ગમતું રે           ---આ તો  

કોણ જાણે કેમ મારી મન ની ભીતર માં એવું તે શું ભરાયું
એક મને ગમતો આભનો ચાંદો ને ને બીજો ગમતો તું
ઘર માં ખેતર માં કે ધરતી ના થર માં

તારા સપન-ન માં મન મારૂં રમતું રે -મને ગમતું રે               ---આ તો

વ્હાલમ ની વાતો

વ્હાલમ ની વાતો કંઈ વહેતી કરાય નહીં
હળવે થી હૈયા ને હલકું કરાય નહીં

ગુનગુન તા ભમરા ને કીધું કે દૂર જા
કળીઓ ના કાળજા માં પંચમ નો સૂર થા
ફોરમ ના ફળિયા માં ફોગટ ફરાય નહીં           --- હળવે થી

કુંજ કુંજ કોયલડી ને શીદ ને ટહુકતી
જીવન વસંત ભરી જોબનિયે ઝૂકતી
પાગલ ની પ્રીતિ કંઈ અમથી કરાય નહીં           ---હળવે થી

પાગલ ની આગળ આ અંતર ને ખોલવું
બોલ્યું બોલાય નહીં એવું શું બોલવું

ઘેલા ની ઘેલછા થી ઘેલા થવાય નહીં              ---હળવે થી

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મોસમ નો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા- તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણ ના આભ માં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ
સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવ ની દુનિયા માં શોર થયો રામ

એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં- તમે યાદ આવ્યાં

છાનું ને છપનું કંઈ થાય નહીં

છાનું ને છપનું કંઈ થાય નહીં થાય નહીં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યાં છૂપાય નહીં
ઝાંઝર ને સંતાડી રાખ્યું રખાય નહીં

આંખ્યું બચાવીને આંખના રતનને
પડદામાં રાખી ને સાસુ નણંદ ને
ચંપાતા ચરણોં એ મળવું મળાય નહીં      
ઝમકે નાંઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં

નણદી ને નેપુર બે એવાં અનાડી
વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી
આવેલા સપના નો લ્હાવો લૂંટાય નહીં

ઝમકે ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં

પાંદડું લીલું ને રંગ રાતો

પાંદડું લીલું ને રંગ રાતો પાંદડું લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદી નો રંગ મદમાતો -મદમાતો        ---પાંદડું

ભૂલી રે પડી હું તો રંગ ના બજાર માં
લાગ્યો મને રંગ કેરો છાંટો                                ---પાંદડું

રેશમ ની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી
રૂપ ને ઘેરીને બેઠો ઘૂંઘટ નો છેડલો  
વાયરા ની લહેર માં લહેરાતો                           ---પાંદડું

રંગરસિયા તમે આટલે થી અટકો
દિલ ને લોભાવે તારા લોચન નો કટકો
વારી વારી ને થાકી તોયે છેલ રે છબીલા તું તો
અણજાણે આંખો માં છુપાતો                         ---પાંદડું

છૂપી છૂપી કોણે મારૂ દિલડું દઝાડ્યું
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું
ક્યાંરે રે છુપાવું મારા દાઝેલા દિલને

હાય કાળજા ની કોરે લાગ્યો કાંટો                    ---પાંદડું

કહાં કે પથિક કહાં

કહાં કે પથિક કહાં કીન્હ હૈ ગમનવાં
કૌન ગામ કૌન ઠામ કે વાસી રામ
કે કારણ તુમ્હ તજ્યો હૈ ભવનવાં       ---કહાં

ઉત્તર દિસિ એક નગરી અયોધ્યા
રાજા દશરથ નૃપ વહાં હૈ ભવનવાં       ---કહાં

ગ્રામવાસી સહુ પૂછે સિયાસે
કૌનસો પ્રીતમ કૌનસો દેવરવા              ---કહાં

સિયા મુસુકાઈ બોલત મૃદુ બાની
સાઁવરો સો પ્રીતમ ગૌરસો દેવરવા          ---કહાં

તુલસીદાસ પ્રભુ આસ ચરનન કી

મેરો મન હાર લીન્હો જાનકી રામનવાં     ---કહાં

આપજે તારા અંતર નો એક તાર

આપજે તારા અંતર નો એક તાર બીજું હું કાંઈ ના માંગુ
સુણજે મારા આર્ત તણો પોકાર બીજું હું કાંઈ ના માંગુ         ---આપજે

તુમડું મારૂં પડ્યું નકામું કોઈ જુએ નહિ એના સામું
બાંધીશ તારા અંતર નો એક તાર પછી મારી ધૂન જગાવું        ---આપજે

એકતારો મારો ગુંજશે મીઠું દેખશે વિશ્વ રહ્યું જે અદીઠું

ગીત ની રેલશે એક અખંડિત ધાર પછી એમાં મસ્ત થઈ રાચું   ---આપજે

ના દો તો પ્રભુ ભલે ન દેશો દર્શન

ના દો તો પ્રભુ ભલે ન દેશો દર્શન તમારા આ ને આ જન્મે મારા
મિલન હજુ નથી થયું તમારું એના ભણકારા રહેજો અંતર માં મારા
ભૂલું નહિ શયને કે સપને શલ્ય જેવા સાલો મન ને                             ---મિલન

આ સંસારી ગુજરી માં મુજ ઝાઝા કે થોડા ગુજરજો જીવન ના દહાડા
ધન ના ઢગલા વડે ભરાજો હાથ ભલે મારા લાધજો સુખ અપરંપારા
ખરી કમાણી કશી ન થઈ હજુ એના ભણકારા                                    ---મિલન

વાટ વચ્ચે ભરાય અંગો આળસ થી મારા વધે ના આગળ પગ મારા
ભોંય ઉપર હું ભલે પડી રહું ગાત્રો આ મારા પસારી ને હિંમતહારા
આખી વાટ હજુ રહી બાકી એના ભણકારા રહેજો અંતર માં મારા          ---મિલન

મંગળવાદ્યો મચી રહે ને આનંદફુવારા ભરી દે મંદિરીયા મારા
ઓચ્છવ રંગે ભલે જ રમીએ ઘરનાં જન સારા સજીને શણગારો સારા

તમે હજુ ઘેર નથી પધાર્યા એના ભણકારા                                           ---મિલન