Mahendi te vaavi malve-Gujarati Git


કંઠે રૂપ નું હાલરડું ને આંખે મદ નો ભાર
ઘૂંઘટ માં જોબન ની જ્વાળા ઝાંઝર નો ઝણકાર
લાંબો છેડો છાયલ નો ને ગજરો ભારો ભાર
લટક મટકતી ચાલ ચાલતી જૂઓ ગુર્ઝરી નાર  
અરે ભાઈ જૂઓ ગુર્ઝરી નાર

મહેદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે
મહેંદી રંગ લાગ્યો રે -------2

નાનો દિયરીયો લાડકોને --2
કંઈ લાવ્યો મહેંદી નો છોડ રે
મહેંદી રંગ લાગ્યો રે -------મહેંદી તે વાવી

વાટી ઘૂંટી ને ભર્યો વાટકો ને ---2
ભાભી રંગો તમારા હાથ રે
મહેંદી રંગ લાગ્યો રે -------મહેંદી તે વાવી

હે લાંબો ડગલો મૂછો વાંકડી શિરે પાઘડી રાતી --2
અરે બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
અરે તન છોટુ પણ મન મોટું છે
ખમીરવંતી જાતિ અરે ભલે લાગતો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી -----મહેંદી તે

હાથ રંગી ને વીરા શું રે કરું રે ---2

એનો જોનારો પરદેશ રે---મહેંદી રંગ ----મહેંદી તે