Naine Nain male jya


નૈને નૈન મળે જ્યાં છાના થાયે બંને દિલ દિવાના
તમને પારકા માનું કે માનું પોતાના ------2

વાગ્યા નજરોના તીર હૈયું મનડું અધીર
શાને નૈન છુપાવો ઘુંઘટ માં -----------2
શરમાઈ ગઈ ગભરાઈ ગઈ
મૈ ને પ્રીત છુપાવી અંતરપટમાં

મન માં જાગ્યા ભાવ મજાના
જાણે થઇ એ એક બીજાના ----તમને પારકા
મળે હાથ માં જો હાથ
મળે હૈયા નો જો સાથ
મને રાહ મળે મંજિલ ની -------2

રહે સાથ કદમ હોય દર્દ કે ગમ
દુનિયા થી જુદી છે સફર દિલ ની
સાથી કોના થઇ રહેવાના

કહી દો દિલ ના કે દુનિયાના ------તમને પારકા