Najarana Jaam-Gujarati git


નજર ના જામ છલકાવી ને ચાલ્યા ક્યાં તમે ---2
જીગર ને આમ તરસાવી ને ચાલ્યા ક્યાં તમે ------નજર ના

તમને બોલાવે પ્યાર તમે ઉભા રહો -તમે ઉભા રહો --2
જીવન ને આગણે આવી ને ચાલ્યા ક્યાં તમે ------નજર ના

મારી થઇ ગઈ છે ભૂલ મને માફ કરો મને માફ કરો -2
મેં તો આપ્યા છે ફૂલ મને માફ કરો મને માફ કરો
પ્રણય ના ફૂલ કરમાવી ને ચાલ્યા ક્યાં તમે ------નજર ના
થઇ ને પૂનમ ની રાત તમે આવ્યા હતા તમે આવ્યા હતા -2
થઈને જીવન પ્રભાત તમે આવ્યા હતા ---2

વિરહ ની આગ સળગાવી ને ચાલ્યા ક્યાં તમે-----નજર ના