Rakhna Ramakda-Gujarati Git


રાખના રમકડાં ને મારા રામે રમતા રાખ્યા રે
મૃત્યુલોક ની માટી માં થી
માનવ થઈને ભાખ્યા રે ----------રાખ ના

ડોલે ડોલે રોજ રમકડા
નીત નીત રમતું નીત નીત રમતું માંડે
આ મારું આ તારું કહીને
એક બીજા ને ભાંડે રે --------રાખ ના

કાચી માટી ની કાયા માથે
માયા કેરા રંગ લગાયા રંગ લગાયા
હે ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યા
ત્યાંતો કીન્દર લાવી કાયારે --------રાખના

અંત અનંત નો તંત ન તૂટ્યો
રમતો અધૂરી રમતો અધૂરી રહી
તનડા ને મનડા ની વાતો

આવી તેવી ગઈ -----------રાખના