જૂનું તો થયું રે દેવળ


જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું
મારો હંસલો નાનોને દેવળ જૂનું તો થયું


આ રે કાયા રે હંસા ડોલવાને લાગી રે
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું     ----મારો


તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે
ઊડી ગયો હંસલો પિંજર પડી રે રહ્યું   ---મારો


બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર

પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં       -----મારો