જશોદા તારા કાનુડા ને


જશોદા તારા કાનુડા ને સાદ કરીને વાર રે
આવડી ધૂમ મચાવે વ્રજમાં નહીં કોઈ પૂછનાર રે    ----જશોદા


શીંકુ તોડ્યું ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે
માખણ ખાધું ઢોળી નાખ્યું જ્યાં કીધું આ વાર રે ------જશોદા


ખોંખા ખોળા કરતો હીંડે બીએ નહીં લગાર રે
મહી મથવાની ગોળી ફોડી આશાં કહીએ લાડ રે ----- જશોદા


વારે વારે કહું છું તમને હવેના રાખું ભાર રે
નિત ઊઠીને એ ક્યમ સહીએ વસી નગર મોઝાર રે ----જશોદા