સમય મારો સાધજે વ્હાલા



સમય મારો સાધજે વ્હાલા કરું હું તો કાલાવાલા
અવસર મારો અજવાળે વહાલા કરું હું તો કાલાવાલા


અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહિ રહે ભાન
એવે સમયે મુખે તુલસી દેજો દેજો યમુના પાન


જીભલડી મારી પરવશ બનશે જો હારી બેસું હું હામ
એવે સમય મારી વહારે ચઢીને રાખજે તહારું નામ નામ
કંઠ રુંધાશે ને નાડીઓ તૂટશે તૂટશે જીવન દોર
એવે સમય મારા અલબેલાજી કરજો બંસરી શોર


આંખલડી મારી પાવન કરજો ને દેજો એકજ લ્હાણ

શ્યામ સુંદર તારી ઝાંખી કરીને ભક્તો છોડે પ્રાણ