તારે રે ભરોસે


તારે રે ભરોસે ભવ મુક્યો મારો ----2
જૂઠા રે જગતમાં તારો સાચો સથવારો -----તારે

તારા વિના કોણ સુણશે ભક્તોના સાદ ને
ધ્રુવને ઉગાર્યો તેંતો તાર્યો પ્રહલાદને
દુઃખિયા ને સુખ દેવાને લીધા અવતારો -----તારે

મારારે મારગના તું અંધારા કાપજે
તારારે દીવડા થી તું અજવાળા આપજે

હરિ તારા હેત ભર્યા હાથ છે હજારો ------તારે