નંદબાવા ને માતા જશોદાજી સાંભળે


નંદબાવા ને માતા જશોદાજી સાંભળે
મમતા ની મૂડી મારી રહી ગઈ ગોકુળ માં

સોના રૂપા ના અહીં વાસણ મજાના
તાંબાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં

છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા
માખણ ને રોટી મારી રહી ગઈ ગોકુળ માં

હીરામોતી ના હાર મજાના
ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળ માં

હીરા માણેક ના મુકુટ મજાના
મોરપીંછ ની પાઘ મારી રહી ગઈ ગોકુળ માં

હાથી ને ઘોડા અહીં ઝૂલે અંબાડીએ
ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળ માં

સારંગી ના સૂર અહીં વાગે મજાના
વ્હાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં

રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી

અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં