હે નાથ જોડી હાથ પાયે


હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ
શરણ મળે સાચું તમારું એ હૃદયથીમાંગીએ
જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો
પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો


વળી કર્મના યોગે કરી જે કુળમાંએ અવતરે
ત્યાં પૂર્ણપ્રેમે એ પ્રભુજી આપની ભક્તિ કરે
લખ ચોર્યાસી બંધનોનેલક્ષમાં લઈ હાથજો     ----પરમાત્મા


સુસમ્પતિ સુવિચારને સત્કર્મનો દઈ વારસો
જનમો જનમ સત્સંગ થી કિરતાર પાર ઉતારજો
આલોક કે પરલોકમાં તવ પ્રેમ રગરગ વ્યાપજો    --પરમાત્મા


મળે મોક્ષ કે સુખ સર્વના આશા ઉરે એવી નથી
દ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી

સાચું બતાવી રૂપશ્રી રણછોડ હૃદય વ્યાપજો    ----પરમાત્મા