એકલા જ આવ્યા મનવા


એકલા જ આવ્યા મનવા એકલા જવાના
સાથી વિના સંગી વિના એકલા  જવાના ----2

આપણે બે એકલા ને કિરતાર  એકલો
એકલા જીવો નો છે આધાર એકલો
એકલા રહીએ ભલે વેદના સહીએ ભલે
પોતાના જ પંથે પોતાના વિનાના -------સાથી વિના

કાળજા ની કેડીએ કાયા ના સાથ દે
કાળી  કાળી રાતડી એ છાયા ના સાથ દે
કાયાના સાથ દે ભલે છાયા ના સાથ દે ભલે

એકલા રહીને ભેરુ થાઓ રે બધાના -----સાથી  વિના