જીવ શાને ફરે છે ગુમાનમાં




જીવ શાને ફરે છે ગુમાનમાં
તારે રહેવું ભાડાના મકાનમાં


તને મળીયું મકાન કર્યા રંગ રોગાન
જાણે કાયમનું લીધું વેચાણમાં ---  -----તારે રહેવું


કરે એવો રુવાબ જાણે મોટો નવાબ
કાળ આવી કહેશે તારા કાનમાં ---  ---તારે રહેવું


થાશે હુકમનામું નહિ ચાલે કોઈ બહાનું
તારું ડહાપણ નહિ આવે કામમાં ----  --તારે રહેવું


માટે ચેતીને ચાલો કરો હરિને વહાલો

તને સંતો સમજાવે સાનમાં ---તારે રહેવું