તારી એક એક પળ જાય લાખની




તારી એક એક પળ જાય લાખની
તુંતો માળા રે જપી લે મારા રામ ની


સાથે લાવ્યા શું લઇ જાશો આવ્યા તેવા ખાલી જાશો
તુંતો છોડી દેને ચિંતા આખા ગામની ---     ---    ----તું તો


રાજા રંગીલા રણછોડ મારા ચિત્તડાનો ચોર
મેંતો મૂર્તિ જોઈ છે મારા શ્યામ ની -- ------ -    ---તું તો


જૂઠા જગના જૂઠા ખેલ મનમાં મારું તારું મેલ
જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવ થી -----       ----તું તો


ભક્તિ ખાંડ। કેરી ધાર નથી ઊંઘણશી નું કામ
જેને લાગી રે લગન ભગવાન માં -----    -----  ----તું તો


મનમાં  તાલાવેલી લાગી આંખે આંસુડા ની હેલી

સહુ ચેતીને ચાલો આ સંસાર માં ----    ----     ---તું તો