ગુરુજીના નામની હો માળા


ગુરુજીના નામની હો માળા છે ડોકમાં
પ્રભુજી ના નામની હો માળા છે ડોક માં


જૂઠું બોલાય નહીં ખોટું કરાય નહીં
અવળું ચલાય નહિ હો માળા છે ડોકમાં   ---ગુરુજીના


ક્રોધ કદી થાય નહિ પરને નિંદાય નહીં
કોઈને દુભાય નહીં માળા છે ડોકમાં      -----ગુરુજીના


પરને પીડાય નહિ હુંપદ ધરાય નહીં
પાપને પોષાય નહીં હો માળા છે ડોકમાં   ---ગુરુજીના


સુખમાં છકાય નહિ દુઃખ માં રડાય નહીં
ભક્તિ ભૂલાય નહિ હો માળા છે ડોકમાં   ----ગુરુજીના


ધન સંગરાય નહિ એકલા ખવાય નહીં
ભેદ રખાય નહિ હો માળા છે ડોકમાં       -----ગુરુજીના


બોલ્યું બદલાય નહિ ટેકને તજાય નહિ

બહાનું લજવાય નહિ હો માળા છે ડોકમાં  ----ગુરુજીના