હાં રે સખી આજ ની ઘડી


હાં રે સખી આજ ની ઘડી તે રળીયામણી
હે જી મારો વ્હાલો આવ્યા ની વધામણી જી રે ---આજની


હે પૂરો પૂરો સોહાગણ સાથીયો હાં રે સખી
પૂરો સોહાગણ સાથીયો
હે મારે ઘેર આવે હરિ વદ હાથીઓ જીરે     ------  આજની


હે સખી લીલુડા વાંસ ને વઢાવીએ હાં રે સખી
લીલુડા વાંસ ને વઢાવીએ
હે મારા વ્હાલાજી ના મંડપ રચાવી એ જી રે  -----આજની


હે સખી જમુનાજીના જળ મંગાવીએ હાં રે સખી
જમુનાજી ના જળ મંગાવી એ
હે મારા વ્હાલાજી ના ચરણો પખાળીએએ જી રે --આજની


હે સૌ સખીઓ મળીને વધાવીએ હાં રે સૌ
સખીઓ મળીને વધાવીએ                   
હે મારા વ્હાલાજી ના મંગળ ગવરાવી એ જી રે  ---આજની


હે સખી રસ આ મીઠડા થી મીઠડો  હાં રે
સખી રસ આ મીઠડા થી મીઠડો
મેહતા નરસિંહ મેહતા નો સ્વામી દીઠડો જી રે    ----આજની