હું પદ હૈયે થી ના જાય



હું પદ હૈયે થી ના જાય હરિ ની ઝાંખી ક્યાંથી થાય
છોને નીત ગંગા માં ન્હાય હરિની ઝાંખી ક્યાંથી થાય-----હું પદ  


અક્કડ થઇને જગમાં ફરતો વાતો ધરમ કરમ ની કરતો
મુખથી રોજ ભજનીયા ગાય હરિની ઝાંખી ક્યાંથી થાય --હું પદ


ઉપર ઉજળા મનનાં કાળા કરતા રોજ સવારે માળા  
મંદિર મંદિર ફેરા ખાય હરિની ઝાંખી ક્યાંથી થાય-------હું પદ  


દુનિયા ખેલ કરે છે ખોટો અંતર્યામી સઘળું જોતો
એનું જીવન એળે જાય હરિની ઝાંખી ક્યાંથી થાય------ હું પદ