શ્રી કૃષ્ણ શરણં મમ


શ્રી કૃષ્ણ શરણં મમ શ્રી કૃષ્ણ શરણં મમ
કદમ કેરી ડાળી બોલે શ્રી કૃષ્ણ શરણં મમ

જમુના કેરી પાળો બોલે શ્રી કૃષ્ણ શરણં મમ
વ્રજ ચોર્યાસી કોસ બોલે શ્રી કૃષ્ણ શરણં મમ


કુંડ કુંડ ની સીડીઓ બોલે કમલ કમલ પર મધુકર બોલે ----શ્રી કૃષ્ણ  
ડાળ ડાળ પર પક્ષી બોલે વૃન્દાવનમાં વ્રુક્ષો બોલે         ----શ્રી કૃષ્ણ


ગોકુળિયાની ગાયો બોલે કુંજ કુંજ વન ઉપવન બોલે  -----શ્રી કૃષ્ણ
વ્રજભૂમિના રજકણ બોલે રાસ રમંતી ગોપી બોલે      ----શ્રી કૃષ્ણ


ધેનું ચરાવત ગોપો બોલે વાજાને તબલામાં બોલે         ----શ્રી કૃષ્ણ
શરણાઈ ને તંબૂર માં બોલે નૃત્ય કરંતી નારી બોલે      -----શ્રી કૃષ્ણ


કેસર કેરી ક્યારી બોલે આકાશે પાતાળે બોલે            ----શ્રી કૃષ્ણ
ચૌદ લોક બ્રહ્માંડે બોલે ચંદ સરોવર ચોકે બોલે         -----શ્રી કૃષ્ણ


પત્ર પત્ર શાખાઓ બોલે આંબો લીંબુને જાંબુ બોલે     ----શ્રી કૃષ્ણ
વનસ્પતિ હરિયાળી બોલે જતીપુરાના લોકો બોલે      ----શ્રી કૃષ્ણ


મથુરજી ના ચોબા બોલે ગોવર્ધન શિખરે બોલે           ----શ્રી કૃષ્ણ

ગલીગલી ગહવરવન બોલે વેણું સ્વર સંગીતે બોલે     ----શ્રી કૃષ્ણ